Friday 22 February 2013

મુખ્યશિક્ષકોને પગાર રક્ષણ કેમ ન મળે ?!?

સૌને નમસ્કાર !
  • નેટ પર ખાંખાખોળા કરતા એક જી.આર. એવો મળ્યો છે, જે સીધી ભરતીથી મુખ્ય શિક્ષક થતાં મિત્રોને ઉપયોગી થશે.

  • જેઓ એ પ્રાથમિક શિક્ષકમાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવી લીધું હોય તેને સીધી ભરતીમાં મુખ્ય શિક્ષક થાય ત્યારે નીચા પગારમાં આવવું પડતું હોય તો પગાર અને પગાર ધોરણ રક્ષણ મળે તે બાબતની રજૂઆત આ જી.આર. ના આધારે કરી શકાય છે.

  • જે મિત્રો માધ્યમિક વિભાગમાંથી પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે આવે છે, તેઓને પણ આ પે-પ્રોટેક્શન બાબતે રજુઆત કરવા આ ઉપયોગી થશે....!

માધ્યમિક શાળાના આચાર્યને લાભ મળે તો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને કેમ નહિ ??? 




Thursday 21 February 2013

મુખ્ય શિક્ષકો સાવધાન !! તમે એલટીસીપાત્ર છો ??

આ જી. આર. મુજબ અગાઉની  સેવાઓ સળંગ ગણવાની હોય તો પણ રજા પ્રવાસ રાહત નો લાભ આવા કર્મચારીઓને આપતી વખતે અગાઉની નોકરી ધ્યાને લેવી નહિ તેવું ઠરાવેલ છે .

જેને નોકરીમાં એક વર્ષ થયું હોય એ કર્મચારીઓ જ એલટીસીપાત્ર છે, એવું નીચેનો જી.આર. કહે છે. મુખ્ય શિક્ષકો ને હજુ એક વર્ષ થયું નથી  

 આશા નું કિરણ છે, હજી આ જી.આર....... વહીવટી આધાર ભાગ-૨ ના પાના નંબર ૪૪૯ પર તો આપેલ છે પરંતુ નાણા  વિભાગ ની વેબસાઈટ પર ક્યાંય નથી !!!!!

Sunday 17 February 2013

એક પ્યા....ર કા નગ્મા હૈ


તાજેતરમાં હાર્મોનિયમ શીખી રહ્યો છું. સંગીતના શોખીનો માટે નોટેશન પ્રસ્તુત છે...

ફિલ્મ : શોર
સ્થાયી :
એક  પ્યાર કા  નગ્મા  હૈ
સારે        મ પપમમ ગ

 મૌજો    કી રવાની  હૈ
સારેગગ  મ પપમમ ગ

જિન્દગી ઔર કુછ ભી નહિ,
 ગમપ   ની     મધ

તેરી  મેરી   કહાની   હૈ...
પમ  ગરેપ પમપ મ ગ  


અંતરો :
 કુછ    પા કર  ખોના હૈ,    કુછ  ખો કર   પાના હૈ,
પપસાં સાંસાંસાં રેસાં ની   પપસાં સાંસાંસાં રેરેસાંની 

જીવનકા  મતલબ  તો, આના ઓર જાના હૈ,
નીની નીનીનીસા ધ  ધસાં સાંસાં નીપધપગ     

દો પલ કે જીવનમેં, ઇક ઉમ્ર ચુરાની હૈ...
(એક પ્યાર કા નગ્મા પ્રમાણે.... વગાડવી)

જિન્દગી ઔર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ...

(ઉપર મુજબ હવે પછીના અંતરા વગાડવા)

તૂ ધાર હૈ નદિયાકી, મેં તેરા કિનારા હું,
તૂ મેરા સહારા હૈ, મેં તેરા સહારા હું,
આંખોમેં સમુંદર હૈ, આશાઓ કા પાની હૈ,
જિન્દગી ઔર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ...

તૂફાન કો આના હૈ, આકાર ચલે જાના હૈ,
બાદલ હૈ યે કુછ પલકા, છા કર ચલે જાના હૈ,
પરછાંઈયા રહ જાતી, રહ જાતી નિશાની હૈ,
જિન્દગી ઔર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ...

તા.ક.  :
જ્યાં સરગમના સૂર નીચે આડી લીટી કરેલી છે ત્યાં કોમળ સ્વર લેવો. દા.ત. ની,
જ્યાં સરગમના સૂર ઉપર ટપકું કરેલ છે તે સૂર તાર સપ્તકના છે. દા.ત. સાં, રેં